પ્રશ્ન: દેશ, કાળ કે ધર્મ ગમે તે હોય, દરેક પુરુષને લગ્નના વ્યવહારમાં શું મળે જ?
ઉત્તર: તપેલી!
પ્રશ્ન: દેશ, કાળ કે ધર્મ ગમે તે હોય, દરેક પુરુષને લગ્નના વ્યવહારમાં શું મળે જ?
ઉત્તર: તપેલી!
ગા કહેતાં ગાય અને ભણ કહેતાં ભણે
એવા દિકરા કાં બધી સાસુ જણે? 😦
“… અને પછી રાજકુમાર અને રાજકુમારીએ ખાધું, પીધું અને [રાજકુમારીએ રાજકુમાર પર] રાજ કર્યું!”
પેલો જંગલી ગધેડાના અભયારણ્ય વિષેનો પ્રશ્ન ગુજરાત સરકારના માર્કેટિંગ તરફ઼થી આવેલો. તે સુરેશકાકાએ પોતાના બ્લૉગ પર ચડાવેલો. એના પર મેં જોક લખી.
આ જોક મેં ફ઼ોન કરીને મારા મિત્રને કહી.
એણે કરડા અવાજમાં સામે પૂછ્યું: “તને જંગલી ગધેડા વિષે પ્રશ્ન વાંચીને હું જ કેમ યાદ આવ્યો?”
પ્રશ્ન: ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય ક્યાં આવેલું છે?
ઉત્તર: ગાંધીનગરમાં?
મારા જન્મદિવસે મારી પત્નીએ મને સરસ મજાની CD ભેટ આપી. રાગ કલ્યાણની આ CDનું નામ છે: “તપસ્યા”.
જો આ CDમાં કલ્યાણની જગ્યાએ પહાડી રાગ હોત તો એનું નામ શું રાખત?
“લપસ્યા”, બીજું શું?
પદ્મિની સ્ત્રીને પરણવામાં પણ પીડા તો ખરી!
ભમરા ઘણા નડે!