-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
શ્રેણીઓ
મેટા
Advertisements
મારી પત્ની માને છે કે એક માંડવે બે લગન કરીએ તો એક સુખી થાય અને એક દુઃખી થાય. હું પણ માનું છું. અમારા બન્નેના લગન એક જ માંડવે હતાં. એ સુખી થઈ છે! Advertisements
સંકટમોચણ (વિ.), મોચીની ઝગડાળુ સ્ત્રી
અમેરિકૅશ ભારત આવવાનો હતો. લીલાબા સંજીવ કપૂરની પાકશાસ્ત્રની ચોપડી લઈને રાંધવા બેઠા. ગુલાબજાંબુ સરસ વળ્યાં. ભેંસના ઘીને ધીમે તાપે ચડાવ્યું. ચોપડીમાં લખ્યું હતું: “हलका भूरा होने तक धीमी आँच पर पकायें”. લીલાબાએ પહેલા જ ઘાણમાં અડધી કલાક રાહ જોઈ. ગુલાબજાંબુ … Continue reading
મોટો દસનો થયો. વાળની સ્ટાઇલ માટે કચકચ કરતો થયો. ”નૅશનલ’ વાળો ગમે તેમ વાળ કાપે છે. આપણે હજામ બદલાવવો જોઇએ!” ’નૅશનલ’ વાળો કસાઈની દુકાન પાસે છે. મુખ્ય રસ્તા પર છે. “ક્યાં જવું છે તારે?” “બીજા પાસે. કાડુગોડીમાં મોચીની દુકાન પાસે … Continue reading
પુત્રી: દિવસે ન વધે તેટલી રાતે વધે અને રાતે ન વધે તેટલી દિવસે વધે પત્ની: દિવસે ન વઢે તેટલી રાતે વઢે અને રાતે ન વઢે તેટલી દિવસે વઢે
લઘુત્વાકર્ષણ (સં.) છોકરાં રવિવારે વહેલાં ઊઠ્યાં હોય અને નીચે રમતાં હોય ત્યારે બાપ ઊંઘ છોડી સાથે રમવા દોડી આવે તે
ફુણગાવેલું (વિ.) વધુ પડતું ફણગાવેલું (ફૂગાયેલું + ફણગાવેલું)