Category Archives: Around children

અહિંસા અને માયા

ઘરમાં બીજી ગાડી આવી. સૌથી વધુ રસ બિલાડીને પડ્યો કારણ કે એને એના પરથી બુલબુલના માળા પર કૂદવું હતું. બુલબુલનાં બચ્ચાંને ઊડી જવામાં હજુ એકાદ દિવસની વાર હતી આથી મેં બિલાડીને એકાદ વાર લાકડીએથી હંકારી મૂકી. “પપ્પા, તમે જ કહ્યું … Continue reading

Posted in All in the Family, Around children | Leave a comment

વાળ ક્યાં કપાવવા?

મોટો દસનો થયો. વાળની સ્ટાઇલ માટે કચકચ કરતો થયો. ”નૅશનલ’ વાળો ગમે તેમ વાળ કાપે છે. આપણે હજામ બદલાવવો જોઇએ!” ’નૅશનલ’ વાળો કસાઈની દુકાન પાસે છે. મુખ્ય રસ્તા પર છે. “ક્યાં જવું છે તારે?” “બીજા પાસે. કાડુગોડીમાં મોચીની દુકાન પાસે … Continue reading

Posted in All in the Family, Around children, ગુજરાતી, Non-English language specific | Leave a comment

મારા પ્રભુ તો…

નાનકો છ વરસનો છે. મોટાભાઈની નકલ કરવી ગમે છે. વાંચતાં આવડ્યું છે પણ મોટા જેટલું પૂરપાટ નહીં. કાલે નાનકાએ પોતાની પહેલી કવિતા બનાવી: મારા પ્રભુ તો  મોટા છે, ઝટપટ, ઝટપટ વાંચે છે!

Posted in All in the Family, Around children, ગુજરાતી, Non-English language specific | 1 ટીકા

કૌટુંબિક ખોડકણાં

(બાળકોને કુટુંબજીવનનો  આદર્શ પરિચય મળે તે માટે આપણને કેટલાંક જોડકણાં શિખવાયેલાં. હવે સાથે વાસ્તવિક પરિચય મળે તે માટે થોડાક ખોડકણાં પણ કેટલાક કુટુંબો માટે જરૂરી છે. મમળાવો. ડાબે જોડકણું, જમણે ખોડકણું.) ——————————————————————– ચોરી કરવા ચાલ્યા ચોર              |               ચોરી કરવા ચાલ્યા … Continue reading

Posted in All in the Family, Around children, ગુજરાતી | Leave a comment

ઉપરથી મીઠું

“ટેણિયા, ઉપરથી મીઠું ન ખવાય! મોટા થઈએ ત્યારે બ્લડ પ્રેશર થાય!” પાંચ વરસના ચિરંજીવીએ રસ્તો કાઢ્યો: “મમ્મી, તો પછી નીચેથી મીઠું આપ ને!”

Posted in Around children, ગુજરાતી | Leave a comment

અ-છબડા

(બુધવાર, ઑગસ્ટ ૬, ૨૦૦૮) મોટાને અછબડા નીકળ્યા હોય તેવું લાગ્યું. ઘરમાં વાત થતી હતી. તે કહે: “પપ્પા, ડૉક્ટર મને અછબડા કરી આપશે?” “બેટા, અછબડા કરી નહીં આપે, અછબડા મટાડી આપશે!” “મને સમજાતું નથી!” “શું?” “તમે જ કહ્યું હતું કે આગળ … Continue reading

Posted in Around children, ગુજરાતી | Leave a comment