Category Archives: A new word in English

પરી-કથા

પરીશ્રમ સં., મ.પ.લો. સમાસ – પરી પાછળ કરાતો શ્રમ – જેમ કે મોટરસાયકલ આ્ડીઅવળી ચલાવવી, ગલીઓનાં ચક્કર મારવા વિ. પરીત્યાગ સં., મ.પ.લો. સમાસ – પરીનો ભાઈ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપે ત્યારે દ્રાક્ષ ખાટી કરીને કરાતો પરીનો ત્યાગ Advertisements

Posted in A new word in English | Leave a comment

સમજસેવા

સમજસેવા, (સં.) ભણવું; ભણાવવું; ફોડ પાડીને સમજાવવું

Posted in A new word in English | Leave a comment

આળસિયું

આળસિયું (સં.) a Coach Potato

Posted in A new word in English | Leave a comment

નાડીપરીક્ષા

નાડીપરીક્ષા, (સં.) ડાહ્યું માણસ લેંઘો, ચણિયો કે સલવાર પહેરતાં પહેલાં કરે તે

Posted in A new word in English | Leave a comment

કેટલાક સ્થાનવાચક શબ્દો

કાકીસ્તાન (સં.) કાકાનું સાસરું [કાકી + સ્તાન] ચાકીસ્તાન (સં.) ’જય સીયારામ પેંડાવાળા’નું વર્કશોપ [ચાકી + સ્તાન] છાકીસ્તાન (સં.) આબુ, દીવ, દમણ – ટૂંકમાં જ્યાં પણ ગુજરાતીઓ દારૂ પીને છકી જવા જાય છે ત્યાં [છાક (+ઈ) + સ્તાન] ઝાંકીસ્તાન (સં.) – … Continue reading

Posted in A new word in English | Leave a comment

ધૃતનિશ્ચય

ધૃતનિશ્ચય (વિ.) (સં.) ૧. લીધેલું પૂંછડું ન મૂકે તેવું, હઠાગ્રહી ૨. કૃતનિશ્ચય તો હોય પણ માત્ર નિશ્ચય પકડીને બેઠું રહે અને કામ ન પતાવે તેવું, દીર્ઘસૂત્રી

Posted in A new word in English | Leave a comment

નળા સુધીની ખાતરી

નળા સુધીની ખાતરી (રૂ.) ગળા સુધીની ખાતરી કરતાં સહેજ ઓછી ખાતરી 😉 ઉદાહરણ: “મને નળા સુધીની ખાતરી છે કે આ કૌભાંડની તપાસના અંતે ભ્રષ્ટાચારીઓને સજા થશે જ!”

Posted in A new word in English | Leave a comment