કાકીસ્તાન (સં.) કાકાનું સાસરું [કાકી + સ્તાન]
ચાકીસ્તાન (સં.) ’જય સીયારામ પેંડાવાળા’નું વર્કશોપ [ચાકી + સ્તાન]
છાકીસ્તાન (સં.) આબુ, દીવ, દમણ – ટૂંકમાં જ્યાં પણ ગુજરાતીઓ દારૂ પીને છકી જવા જાય છે ત્યાં [છાક (+ઈ) + સ્તાન]
ઝાંકીસ્તાન (સં.) – મહિલા કોલેજ [ઝાંકી + સ્તાન]
ટાંકીસ્તાન (સં.) – અગાસી, દરજીની કે ભરત ભરનારાની દુકાન [ટાંકી + સ્તાન]
ડાકીસ્તાન (સં.) – પોસ્ટ ઓફ઼િસ
ઢાંકીસ્તાન (સં.) – સી.બી.આઈ.નું હેડક્વાર્ટર, ઢાંકપિછોડા કરવાની જગ્યા [ઢાંકી + સ્તાન]
તાકીસ્તાન (સં.) – શૂટિંગ રેઇન્જ, અભિનવ બિન્દ્રાનું ઘર [તાકી + સ્તાન]
થાકીસ્તાન (સં.) – ઘરડાંઘર, સાંજ પડે એન.સી.સી.નો કૅમ્પ, રાત પડે બે છોકરાંના મા-બાપનો ઓરડો, મધુરજની પછીની સવારે નવદંપતિની મેડી [થાકી + સ્તાન]
ફાકીસ્તાન (સં.) વૈદરાજની દુકાન [ફાકી + સ્તાન]
બાકીસ્તાન (સં.) દેવાળિયાનું ઘર [બાકી + સ્તાન]
રાંકીસ્તાન (સં.) ટેરરિસ્તાન – ૨૦૨૦માં [રાંક (+ ઈ] + સ્તાન]
શાકીસ્તાન (સં.) શાક-મારકેટ [શાક (+ ઈ) + સ્તાન]
સાકીસ્તાન (સં.) જુઓ ’છાકીસ્તાન’ [સાકી + સ્તાન]