સત્યાગ્રહ અને…

સત્યાગ્રહ (સં.) ભાગ્યે જ નિષ્ફળ જતો અમોઘ આગ્રહ. (सं.) સતી + આગ્રહ

(સરખાવો) પત્યાગ્રહ, ભાગ્યે જ સફળ જતો આગ્રહ, (सं.) પતિ + આગ્રહ

નોંધ: સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવનાર મોહનદાસ ગાંધી અનુભવી ગૃહસ્થ હતા.

Advertisements
Posted in Uncategorized | Leave a comment

અહિંસા અને માયા

ઘરમાં બીજી ગાડી આવી.

સૌથી વધુ રસ બિલાડીને પડ્યો કારણ કે એને એના પરથી બુલબુલના માળા પર કૂદવું હતું. બુલબુલનાં બચ્ચાંને ઊડી જવામાં હજુ એકાદ દિવસની વાર હતી આથી મેં બિલાડીને એકાદ વાર લાકડીએથી હંકારી મૂકી.

“પપ્પા, તમે જ કહ્યું હતું કે ગાંધીજી કહેતા કે બિલાડીને ઉંદર મારતાં રોકવી તે અહિંસા નથી. બિલાડીને દૂધનો વાડકો આપીને ઉંદર મારતાં રોકવી તે અહિંસા છે!” એમ કહી નાનો દૂધનો વાડકો ભરવા ઊભો થયો.

ત્યાં મોટો પાછળ દોડ્યો. “ઊભો રહે! એમાં એક ચમચી શંખપુષ્પી સીરપ પણ નાખી દ‍ઇએ. આખી રાત બુલબુલ, બિલાડી, બાપા અને આપણે – બધાં સુખેથી સૂઇશું!”

મેં મોટાને કહ્યું: “અલ્યાઓ, આ અહિંસા નથી, માયા છે! મારા બાપ! આવતીકાલ સુધી આપણે કાર કોમન પાર્કિંગમાં પાર્ક કરી આવીશું!”

 

Posted in All in the Family, Around children | Leave a comment

પત્ની

જે સંભાળે, સંભળાવે – પણ સાંભળે નહીં તેનું નામ પત્ની.

Posted in All in the Family, Marital Bliss | Leave a comment

Our Akila

ચિત્ર | Posted on by | Leave a comment

રાહુલ ગાંધીની ઉત્તરાખંડની મુલાકાત

પ્રશ્ન: કોંગ્રેસ ભાર દઈ-દઈને કહે છે કે રાહુલ ગાંધી છેક ગૌચર સુધી ચાલતા જ ગયેલા. એ વિષે આપનું શું કહેવાનું છે?

ઉત્તર: પા, પા, પગલી, ધૂળની ઢગલી, ઢગલીમાં હીરો, જીવે મારો વીરો!

Posted in Indian politics and economy | Leave a comment

પરી-કથા

પરીશ્રમ સં., મ.પ.લો. સમાસ – પરી પાછળ કરાતો શ્રમ – જેમ કે મોટરસાયકલ આ્ડીઅવળી ચલાવવી, ગલીઓનાં ચક્કર મારવા વિ.

પરીત્યાગ સં., મ.પ.લો. સમાસ – પરીનો ભાઈ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપે ત્યારે દ્રાક્ષ ખાટી કરીને કરાતો પરીનો ત્યાગ

Posted in A new word in English | Leave a comment

“શંભુ ચરણે પડી”ની કદી ન છપાયેલી છેલ્લી કડી

ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભફળ આપો

ટાળો માન મદ, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો

દયા કરી, દર્શન શિવ આપો!

એવું માનશો મા રે ભોળા, લાચાર છે ભક્તોનાં ટોળાં

જાશું અંબા કને, પછી થાય જે વલે, તે તમે જાણો

ડાહ્યા થઈ, દર્શન શિવ આપો!

Posted in Uncategorized | Leave a comment